નોઈડા: ગાઢ ધુમ્મસ (Fog) ના કારણે ગ્રેટર નોઈડા (Grater Noida) માં એક ભીષણ રોડ અકસ્માત (Road Accident)સર્જાયો જેમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ રવિવારે રાતે લગભગ 23:30 વાગે એક અર્ટિગા કાર સંભલથી દિલ્હી તરફ આવી રહી હતી. આ અકસ્માત દનકૌરમાં થયો. ગાઢ ધુમ્મસના કારણે પૂરપાટ ઝડપે દોડતી કાર પર ડ્રાઈવરનો કાબુ ન રહ્યો અને કાર ખેરલી નહેરમાં જઈ ખાબકી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર, પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, 70થી વધુ ટ્રેનો લેટ


પોલીસે જણાવ્યું કે કારમાં 11 લોકો હતાં. જેમાંથી 5 લોકોને સામાન્ય ઈજા થઈ જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ગંભીર રીતે ઘાયલોને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. ઘટનાસ્થળે પહોંચેલા ગૌતમબુદ્ધ નગરના એસપી રણવિજય સિંહે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો.


જુઓ LIVE TV


2020માં ભારતને મળશે જબરદસ્ત અભેદ્ય મિસાઈલ સિસ્ટમ, મિસાઈલોનો હવામાં જ ખુડદો બોલાવશે


1. મહેશ -(મહેન્દ્રના પુત્ર) ઉંમર 35 વર્ષ
2. કિશનલાલ  (પુત્ર) ઉંમર 50 વર્ષ
3. નીરેશ (પુત્ર રામદાસ) ઉંમર 17 વર્ષ
4. રામ ખેલાડી (પુત્ર રામફળ) ઉંમર 75 વર્ષ
5. મલ્લુ (શ્રપુત્ર ઝાસન) ઉંમર 12 વર્ષ
6. નેત્રપાલ (પુત્ર ગજરામ) ઉંમર 40 વર્ષ 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....